મોરબીમાં વાવડી રોડ પર રહેણાંક મકાનમાં વ્હીસ્કીની 55 બોટલો સાથે એક શખ્શ ઝડપાયો

0
104
/

મોરબી : હાલ મોરબીમાં વાવડી રોડ પર રહેણાંક મકાનમાં વ્હીસ્કીની 55 બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 9ના રોજ મોરબીના વાવડી રોડ પર આવેલ સુમતીનાથ સોસાયટીમાં હરેશભાઇ ઉર્ફે હરી જલાભાઇ દેવસૂર (ઉ.વ. 23)ના મકાનમાંથી વ્હીસ્કીની 55 બોટલો ગેરકાયદેસર રીતે રાખેલ હતી. પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. તેમજ આરોપી હરેશ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/