પૂર્વ પ્રેમિકાને જોઈ પ્રેમીએ રોષે ભરાઈ પટ્ટે-પટ્ટે લમધારી !!

0
207
/

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ધાર્મિક પ્રસંગમાં બનેલી ઘટના

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ધાર્મિક પ્રસંગના જમણવારમાં પૂર્વ પ્રેમિકા અને પ્રેમીનો ભેટો થઈ જતા ભૂરાયા થયેલા પ્રેમીએ યુવતીને કામરપટ્ટા વડે બેફામ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ગઈકાલે ધાર્મિક કથાના આયોજનમાં જમણવાર યોજાયો હતો જે સમયે પાયલબેન રણછોડભાઈ રૂપાભાઈ સીંહોરાને જોઈ જતા તેણીનો પૂર્વ પ્રેમી શંકરભાઈ મનજીભાઈ ઈંદરપા ઉશ્કેરાયો હતો.

વધુમાં પાયલની સગાઈ થઈ ગઈ હોવાથી પ્રેમી શંકર ભૂરાયો થયો હતો અને પાયલને જેમ ફાવે તેમ ગાળો આપતા પાયલે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શંકરે કમરપટ્ટા વડે બેફામ માર મારતા પાયલને ઇજાઓ પહોંચી હતી.

બનાવ અંગે પાયલની ફરિયાદને આધારે પોલીસે આરોપી શંકર વિરુદ્ધ કલમ-૩૨૩, ૨૯૪(ખ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/