મોરબી જલારામ મંદિરે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

0
78
/

મોરબીના જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાય છે આ તકે મનોવિકલાંગ બાળકો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, અંધજનો, ભિક્ષુકો, શહીદ પરિવાર, વૃધ્ધાશ્રમના વડીલો, અનાથાશ્રમની બાળાઓ, કીન્નરો, મહીલા ટ્રાફીક બ્રિગેડ, શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડના જવાનોના હસ્તે કેક કટિંગ કરવામાં આવે છે.

ત્યારે આવતી કાલે જલારામ જયંતિ નિમિતે સવારે ૧૧:૩૦ કલાકે દર વર્ષની પરંપરા મુજબ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવશે. આ અવસરે પધારવા જલારામ ભક્તોને અનુરોધ કરાયો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/