મોરબી: ગામલોકોએ ફાળો એકઠો કરીને ખખડધજ રોડને જાતે રિપેર કર્યો !!

0
151
/
અપના હાથ જગન્નાથ : મોરબીના અમરેલી ગામના રોડનું લોકોએ જાતે જ કર્યું રિપેરીગ

મોરબી : તાજેતરમા મોરબીમાં રોડ -રસ્તાના કામોમાં તંત્ર એટલી હદે બેદરકારી દાખવી રહ્યું છે કે લોકોનો તંત્ર પરથી ભરોસો ઉઠી ગયો છે અને ‘અપના હાથ જગન્નાથ’ની જેમ તંત્ર પર આશા રાખવાની જ લોકોને પોતાની સમસ્યા જાતે ઉકેલવાની ફરજ પડી છે. જેમાં મોરબી બાયપાસથી અમરેલી ગામને જોડતો માર્ગ એટલી હદે ખખડધજ બની ગયો હતો કે વાહન લઈને નીકળવું મુશ્કેલ હતું. તેમ છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા અંતે ગામલોકો જાતે જ ફાળો ઉઘરાવીને આ રોડ રિપેરીગ કર્યો હતો.

મોરબી બાયપાસથી અમરેલી ગામ જવાનો રસ્તો એટલી હદે બિસ્માર બની ગયો હતો કે આ રોડ ખાડારાજમાં ફેરવાય ગયો હતો. તેમાંય હમણાં પડેલા ભારે વરસાદમાં આ રોડનું ધોવાણ થઈ ગયું હતું. આ રોડ પર ડામરનો ભાંગીને ભુકકો થઈ ગયો હતો. આખા રોડની પથારી ફરી જતા ગામલોકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. અગાઉ ગામલોકો એ ધારાસભ્ય અને સંબધિત તંત્રને પણ આ રોડની યોગ્ય મરમત કરવાની રજુઆત કરી હતી. તેમ છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નહતી.!!

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

બીજી બાજુ રોડની હાલત નાજુક હોવાથી રોડ પરથી ચાલવું જ મુશ્કેલ હોય, ત્યારે ગામલોકોએ આ ‘અપના હાથ જગન્નાથ’ની જેમ તંત્ર પર આશા રાખવાનો બદલે જાતે જ રોડ રિપેરીગ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અમરેલી ગામના લોકોએ ઘરે ઘરે ફાળો ઉઘરાવીને આ રોડનું રિપેરીગ કરી રોડને ચાલવા યોગ્ય બનાવીને તંત્ર લપડાક આપી દીધી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/