મોરબીના યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયા દ્વારા વધુ છ સેવાભાવી યુવાનોને બાઈક ભેટમા આપ્યા

0
118
/

લોકડાઉન દરમિયાન અજયભાઈ સાથે સેવા કરનાર યુવાનોને અગ્રણીઓના હસ્તે સન્માનિત કરાયા

મોરબી : તાજેતરમા કોરોના વાયરસના કારણે દેશભરમાં લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયા અને તેમના સાથીમિત્રોએ કોરોનાનો ભય રહ્યા વિના જીવના જોખમે સેવાકીય પ્રવૃતિઓ કરી હતી. તેઓએ લોકડાઉનના સમયમાં 57 દિવસ સુધી રસોડું ચાલુ રાખીને અનેક ભુખ્યાઓને ભોજન પહોંચાડયું હતું. આ ભોજન પહોંચાડવામાં જેનો મહત્વનો ફાળો છે, એવા અનેક યુવાનોએ રાત દિવસ જોયા વિના અજયભાઈ સાથે સેવા કરી હતી. જે સેવા બદલ અજયભાઈ લોરીયાએ 14 યુવાનોનું સન્માન કરવા બાઈક અર્પણ કર્યા હતા. ત્યારબાદ અજયભાઈ લોરીયાએ વધુ છ સેવાભાવી યુવાનોને બાઈક અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

મોરબી જીલ્લામાં કોરોના મહામારી સમયે સતત કાર્યશીલ રહી અને મદદ માટે હરહમેશ તૈયાર રહેનારા યુવકોને યુવા સામાજીક કાર્યકર અજયભાઇ લોરિયા દ્વારા અગાઉ 14 યુવાનોને વાઘપર ખાતે હીરો કંપનીના સ્પેલન્ડર મોટરસાયકલ ભેટમાં આપ્યા હતા. આ ઉપરાંત, ગઈકાલે અજયભાઇ દ્વારા વધુ છ સેવાભાવી યુવાનોને અગ્રણીઓના હસ્તે બાઈક અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં પશ્ચિમ વિસ્તારના સંઘ પ્રચારક ડો. જયંતિભાઈ ભાડેશીયા, મોરબી-માળીયાના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ, મોરબી જીલ્લા અધિક કલેકટર કેતન જોશી તેમજ વિજયભાઈ ગઢીયા અને વાઘપર ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સોશીયલ ડિસ્ટન્સ સહિત સરકારની દરેક ગાઇડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયાએ લોકડાઉનથી અત્યાર સુધીમાં 70,000થી વધુ માસ્ક અને 10,000થી વધુ સેનેટાઇઝરનું વિતરણ કર્યું છે. તેમજ અજયભાઇ પુલવામા હુમલાના શહીદોને આર્થિક મદદ, અયોધ્યા રામમંદિર શિલાન્યાસ પ્રસંગે મીઠાઈ વિતરણ સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા રહે છે. અજયભાઇ લોરિયા એ કોરોનાના કારણે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં તેમની સાથે ખડેપગે સેવા આપનાર કુલ 20 યુવાનોને બાઈક ભેટ આપી તેમને બિરદાવીને પોતાની ઉદારતાનો પરિચય આપ્યો છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/