તાજેતરમા મોરબી ના નાગરિક છેલ્લા ઘણા સમય થી પોતાના અધિકારથી વંચિત છે લોકોના પાયાના અધિકારો જેવા કે રસ્તા , સ્ટ્રીટ લાઇટ , ભૂગર્ભ જેવા પાયાના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી . આ પહેલા પણ આ અધિકારો માટે લોકો દ્વારા ઘણી વખત રજૂઆતો કરવામાં આવે છે પણ તંત્ર દ્રારા આ પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવતું નથી અને અત્યારે મોરબી ના લોકો આ પ્રશ્નોથી ત્રાહિમામ પોકારી ગયા છે રોડ – રસ્તા ની બિસ્માર હાલત થી લોકો ખૂબ હરાન પરેશાન છે જે તમામ પ્રશ્નોનું નિરાકરણ ખૂબ જ જરૂરી છે . આ તમામ પ્રશ્નો લોકોના પાયાના અધિકારો છે જે અધિકારો થી વંચિત રાખવા યોગ્ય નથી તેથી આ તમામ પ્રશ્નો નું તાત્કાલિક પણે નિરાકરણ કરવામાં આવે તથા આ બાબતે માનવ અધિકાર અને સામાજિક ન્યાય આયોગ – મોરબી આપને આ પત્ર દ્વારા અરજી કરે છે કે લોકોને તાત્કાલિક પણે આ સમસ્યામાથી છુટકારો આપવામાં આવે તથા એમનો અધિકાર આપવામાં આવે
આજરોજ કલેકટર સાહેબ ને મળીને માનવ અધિકાર અને સામાજિક ન્યાય આયોગ ના જિલ્લા સચિવ રાજેશભાઈ વિડજા, નરુભાઈ જોશી, કેયુરભાઇ પંડ્યા,ઈશ્વરભાઈ વિડજા,હિરેનભાઈ વિડજા,કાર્તિકભાઈ કાલરીયા,કલ્પેશભાઈ પટેલ વગેરે સભ્યો દ્વારા આવેદન આપીને બને એટલું જલ્દી લોકોને પાયાના અધિકારો આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide