વાંકાનેર: ધારાસભ્ય દ્વારા અતિવૃષ્ટિ ગ્રસ્ત ખેડૂતો ને સહાય ચૂકવવા રજુઆત

0
51
/

ભારે વરસાદના કારણે ખેતી પાકને થયેલ નુકસાન બાબતે સહાય આપવા અને સમગ્ર તાલુકામાં અતિવૃષ્ટિ જાહેર કરવા કલેક્ટરશ્રીને રજૂઆત કરતાં વાંકાનેર ધારાસભ્ય….

સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓગષ્ટ માસમાં ભારે વરસાદના કારણે વાંકાનેર તાલુકામાં ખેતી પાકને મોટાપાયે નુકસાન થયેલ છે અને પાક નિષ્ફળ જવા પામેલ છે જેના કારણે ખેડૂતોને ઘણી આર્થિક નુકસાન થયેલ હોય જેની ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ તમામ ખેડૂત ખાતેદારોને તાત્કાલિક સહાય ચૂકવવા માટે જરૂરી કાર્યવાહી કરવા વાંકાનેર ધારાસભ્યશ્રી દ્વારા મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે…

વધુમાં હાલ ખેતીવાડી ખાતા દ્વારા ગામડાઓમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હોય પરંતુ ખેતરમાં કે વાડીઓમાં વધુ પાણી ભરાઈ જવાના કારણે ખેતરમાં કે વાડીઓમાં ફિલ્ડ વર્ક થઈ શકે તેમ નથી. તેમજ સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ હોય તો સર્વે કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી અને જે પાક ઊભો છે તેમાં પણ ઉત્પાદન મળવાની શક્યતા સાવ નહીંવત્ છે જેથી સમગ્ર વાંકાનેર તાલુકામાં અતિવૃષ્ટિ જાહેર કરી તમામ ખેડૂત ખાતેદારોને નિયમ મુજબ વળતર ચૂકવવા વાંકાનેર ધારાસભ્યશ્રી મહંમદજાવેદ પીરઝાદા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી છે.

(રિપોર્ટ: મુકેશ પંડ્યા-વાંકાનેર)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/