કાયદો વ્યવસ્થાના ઉડ્યા લીરા : ધુનડા સજનપરમા તસ્કરો નો આતંક : અઠવાડિયામાં બીજી ચોરી

0
126
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી જિલ્લામાં મંદિરોને નિશાન બનાવી ઘરફોડી કરતા તસ્કરોને દબોચવામાં પોલીસ નાકામ:   મંદિરમાં દીવેલનું ઘી પણ ન મૂક્યું 

મોરબી : મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શિયાળાની કડકડતી ઠંડી સિઝનનો લાભ લઈ તસ્કરો રહેણાંક, દુકાન, ફેક્ટરી અને મંદિરોને નિશાન બનાવી બેફામ બન્યા છે ત્યારે ટંકારા તાલુકાના ધુનડા સજનપર ગામે અઠવાડિયામાં બીજી વખત તસ્કરોએ ચોરી કરી છે અને આ વખતે તો સુરાપુરા દાદાના મંદિરને નિશાન બનાવી દિવેલ માટે રાખેલ પાંચ કિલો શુદ્ધ ઘી પણ મૂક્યું ન હતું.

હજુ બે દિવસ પૂર્વે જ ટંકારા પોલીસે મંદિરોને નિશાન બનાવતી તસ્કર ટોળકીને ઝડપી સોના અને ચાંદીના ઢાળ કબ્જે કરી રાહતનો શ્વાસ લીધો છે ત્યાં જ ગતતા.4ના રોજ રાત્રીના ઘુનડા ગામમાં આવેલા સુરાપુરા દાદાના મંદિરમાં 5 કિલો શુદ્ધ ઘી તથા દાનપેટી તોડી દાનની રકમ તથા અન્ય કિંમતી સામાન ચોરી તસ્કરો ફરાર થઇ ગયા છે.ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયાની અંદર ધુનડા ગામમાં આ બીજી ચોરીની ઘટનાએ તસ્કરોએ અંજામ આપી ટંકારા પોલીસને ખુલ્લી ચિમકી આપતા ગામના લોકો પણ મંદિરમાં વારંવાર થતી ચોરી થતી રોકવા પોલીસ પેટ્રોલિંગ વધારે તેવું ઈચ્છી રહી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/