મોરબીમાં સોમવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે

0
52
/

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ બાબતો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.

જિલ્લા પંચાયત મોરબીની ખાસ સામાન્ય સભાની આગામી બેઠક તા.7ને સોમવારના રોજ બપોરે 2:30 કલાકે જિલ્લા પંચાયત મોરબીના સભાખંડમાં મળશે. જેમાં સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા,તા.30/12/2021ની સામાન્ય સભાની બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા,જિલ્લા પંચાયતની સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા,પ્રશ્નોતરીકરવા(સમય મર્યાદા: એક કલાક),સદસ્યઓ તરફથી મળેલ કોઈ પ્રસ્તાવ હોય તો તે અંગે ચર્ચા કરવા,જિલ્લા પંચાયત મોરબીનું વાર્ષિક સુધારા અંદાજપત્ર વર્ષ 2021-22 તથા વાર્ષિક અંદાજપત્ર વર્ષ 2022-23ની સમિક્ષા કરી મંજુર કરવા,જિલ્લા પંચાયત મોરબીના વાર્ષિક હિસાબ વર્ષ 2020-2021 મંજુર કરવા કરવા ચર્ચા કરવામાં આવશે.વધુમાં, જિલ્લા પંચાયતની વર્ષ 2020-21ની સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાં હેતુફેર કામ સુધારા કરવા,જિલ્લા પંચાયતની 2021-22ની સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના કામોને વહીવટી મંજુરી આપવા,જિલ્લા પંચાયતની સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની વર્ષ 2018-19ની ગ્રાન્ટ ફાળવેલ હોય હેતુફેર કામ સુધારા કરવા,જિલ્લા પંચાયતની વર્ષ 2018-19ની સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના કામોને વહીવટી મંજુરી આપવા,જિલ્લા પંચાયતની વર્ષ 2021-22ની રેતી કંકરની ગ્રાન્ટમાંથી બાકી રહેલ વિકાસના કામોનું આયોજન કરવા અંગે,જિલ્લા પંચાયતની વર્ષ 2021-22ની રેતી કંકરની ગ્રાન્ટના કામોને વહીવટી મંજુરી આપવા,જિલ્લા પંચાયતની વર્ષ 2021-22ની રેતી કંકરની ગ્રાન્ટમાં હેતુફેર કામ સુધારા કરવા,15માં નાણાપંચના જિલ્લા કક્ષાના 10ના વર્ષ 2020-21ની બિન આયોજિત રકમ તેમજ વર્ષ 2021-22માં મળેલ અને સંભવિત મળનાર ગ્રાન્ટની રકમનું આયોજન કરવા અંગે,જિલ્લા પંચાયત ખાતે સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલ કરવા તેમજ નિભાવણી કરવા,રેતી કંકરની ગ્રાન્ટમાં સુધારો કરવા વગેરે જેવી બાબતો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/