નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ કોલગેસનો ઉપયોગ બંધ થઇ જવા છતાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ફટકાર્યો દંડ : હાલ મામલો હાઇકોર્ટ સુધી : સિરામિક ઉદ્યોગને બચાવવા સરકારની દરમિયાનગીરી ઇચ્છતા ઉદ્યોગકારો
મોરબી : હાલ મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડેની મંજૂરીથી ચાલતા કોલગેસ પ્લાન્ટ બંધ કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આદેશ કરતા કોલગેસનો ઉપયોગ સદંતર બંધ કરાયો હોવા છતાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડે દ્વારા ૧૦૦ જેટલા એકમોને આકરો દંડ ફટકારવામાં આવતા હાલમાં આ ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે અને આ તમામ સિરામિક એકમોના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે અને ઉદ્યોગકારો આ મામલે સરકારની દરમિયાનગીરી ઈચ્છી રહ્યા છે.
ગલ્ફ દેશોમાં લાગેલી એન્ટી ડમ્પીંગ ડ્યુટી અને મોટા યુનિટોમાં અપનાવાતી નવી ટેકનોલોજીના કારણે હાલ મોરબીના ૧૦૦ જેટલા નાના સીરામીક યુનિટ પર અસ્તિત્વનું જોખમ ઉભું થયું છે. આ એકમોને મળતું વળતરનું પ્રમાણ હવે ખૂબ ઘટી જતાં અન્ય મોટા એકમ સામે સંઘર્ષ કરવો મુશ્કેલ બની ગયો છે. બીજી તરફ આવા યુનિટો પૈકી ઘણા સીરામિક એકમો એવા છે, જેમાં જીપીસીબીની મંજૂરીથી કોલગેસનો વપરાશ થતો હતો પણ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચૂકાદા બાદ તાત્કાલીક કોલગેસ બંધ થઈ ગયા હતા. તેમ છતાં જીપીસીબીએ કરોડો રૂપિયાનો દંડ કરી આવા ઉદ્યોગને ‘પડ્યા પર પાટુ મારવા’ જેવુ કામ કર્યું છે.
બીજી તરફ આવા ઉદ્યોગકારોએ ન છૂટકે એકમ બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ કોલગેસના વપરાશને કારણે અનેક ઉદ્યોગોને ફટકારવામાં આવેલ આકરા દંડનો કેસ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે આ કેસમાં કોર્ટમાં શું ચુકાદો આપવામાં આવશે, તેના પર ઉદ્યોગકારો પણ મીટ માંડીને બેઠા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide