સાતમ આઠમના તહેવારો બાદ પોલીસે શ્રાવણીયા જુગાર પર ધોસ બોલાવી
મોરબી : મોરબીમાં પોલીસે સાતમ આઠમના તહેવારો બાદ શ્રાવણીયા જુગાર પર ધોસ બોલાવી છે.જેમાં મોરબી બી ડિવિઝન પોલીસે સામાકાંઠાના ચાર સ્થળે શ્રાવણીયા જુગાર રમતા 18 શખ્સોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે રણછોડ નગરમાં આવેલ સતનામ એપાર્ટમેન્ટની બીજા માળે આવેલ બ્લોક નંબર 40માં જુગાર રમતા સુરજભાઈ હનુભાઈ ગૂઢડા, સુરેશભાઈ જેન્તીલાલ પારેખ, રાજેશભાઈ બચુભાઇ બાવળા, કિશનભાઈ વનરાવનભાઈ કિરાર, સુનિલભાઈ પ્રવીણભાઈ મારું, કૃણાલભાઈ અશોકભાઈ ઠક્કર, શાહરૂખ હમીદખાન પઠાણને રૂ.37 હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.તેમજ ત્રાજપર ચોરા પાસે જુગાર રમતા ભરતભાઇ મુનાભાઈ વરાણીયા, શનિભાઈ હેમંતભાઈ કુંવરિયા, રવિભાઈ વિક્રમભાઈ આત્રેસાને રૂ.1080ની રોકડ રકમ સાથે તથા વેજીટેબલ રોડ ઉપર નદીના કાંઠે જુગાર રમતા મનસુખભાઇ મેરુભાઈ છેલાણીયા, હીરાભાઈ અરજણભાઈ ચાવડા, ફિરોજભાઈ યુનુસભાઈ પઠાણ, રઘાભાઈ શિવાભાઈને રૂ.2340 સાથે ઉપરાંત સર્કિટ હાઉસ સામે જહેરમાં જુગાર રમતા દિનેશભાઇ ચમનભાઈ અદગામા, દિલીપભાઈ ચતુરભાઈ રાતોજા, સિકંદરભાઈ દિલાવરભાઈ જેડા, રાજેશભાઈ સોમાભાઈ પુરબિયાને રૂ.1210ની રોકડ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide