શુક્રવાર: મોરબીમાં વધુ એક કેસ સાથે આજના કુલ કેસ થયા 11, જ્યારે 8 લોકોને મળી રજા

0
195
/

મોરબી જિલ્લાના કુલ કોરોના કેસની સંખ્યા થઈ 214 : સવારે વાંકાનેરના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃત્યુ આંક થયો 15

મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે સાંજે એકી સાથે કોરોનાના 10 કેસ સામે આવ્યા બાદ વધુ એક કેસ નોંધાતા આજના કુલ કેસ 11 થયા છે. આ સાથે મોરબી જિલ્લાના કોરોનાના કુલ કેસ 214 થયા છે. જ્યારે આજે વાંકાનેરના વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થયું છે. આથી મોરબી જિલ્લાનો કોરોનાનો કુલ મૃત્યુઆક 15 થયો છે જ્યારે આજના નવા 11 કેસની સામે 8 લોકો કોરોનામાંથી સ્વસ્થ થઈ જતા તેમને રજા અપાઈ છે.

મોરબી જિલ્લામાં આજે શુક્રવારે સાંજે 6 વાગ્યે એકીસાથે કોરોનાના 10 કેસ નોંધાયા બાદ વધુ એક કેસ સામે આવ્યો છે. આજે નોંધાયેલા 11 કોરોના કેસની મળતી વિગત મુજબ મોરબી શહેરના વાવડી રોડ ઉપર રહેતા 69 વર્ષના પુરુષ, વજેપર-13માં રહેતા 36 વર્ષના પુરુષ, કાયાજી પ્લોટ 2માં રહેતા 59 વર્ષના પુરુષ, તેમજ મોરબી શહેરની હર્ષવાટીકા સોસાયટીમાં રહેતા 30 વર્ષના પુરુષ તેમજ શકત શનાળા ગામે રહેતા 36 વર્ષના પુરુષ તથા લાતી પ્લોટમાં રહેતા 26 વર્ષના પુરુષ અને વાવડી રોડ પર રહેતા 69 વર્ષના પુરુષ તેમજ વજેપરમાં રહેતા 38 વર્ષના પુરુષ, મોરબીના શનાળા રોડ પર વાડી વિસ્તારમાં રહેતા 82 વર્ષના વૃદ્ધ અને મોરબી શહેરની ઈદ મસ્જિદ પાસે રહેતા 45 વર્ષના પુરુષ અને મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ મિલી પાર્ક-5 માં રહેતા 21 વર્ષના પુરુષ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/