ગાંધીનગરથી વાંકાનેર સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા સચિવ

0
63
/

આજરોજ ગાંધીનગર થી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ની આકસ્મિક મુલાકાત માટે મહિલા સચિવ આવી પહોંચતા સરકારી અધિકારીઓ માં દોડધામ મચી ગઈ હતી.

મહિલા અને બાળવિકાસ વિભાગ ગાંધીનગર સચિવ અને કમિશ્નર મનીષા ચંદ્રા એ આજરોજ અચાનક વાંકાનેર ની સિવિલ હોસ્પિટલ ની આકસ્મિક મુલાકાત લીધી હતી, કોવિડ વિભાગ સહિત સમગ્ર પરિસર નું નિરીક્ષણ કર્યું હતું,આ તકે વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશ ભાઈ પટેલ દ્વારા ખાસ કરીને હોસ્પિટલ માં તબીબો ની ઘટ, સ્ટાફ નર્સ ની કમી, સફાઈ કર્મી ની ઘટ વિશે રજૂઆત કરાઈ હતી,રોજ ની સરેરાશ ૩૦૦ થી ૪૦૦ ની ઓપીડી સામે તબીબો અને નર્સ નો સ્ટાફ સાવ ઓછો હોય દર્દીઓ અને તબીબો ની પણ હાલાકી થાય છે ત્યારે વહેલી તકે નિવારણ કરવા રજૂઆત કરાઈ હતી,આ તકે વાંકાનેર પ્રાંત અધિકારી એન એફ વસાવા મામલતદાર અને તબીબ નીરવ વ્યાસ તથા ૠષિરાજ સિંહ ઝાલા, ડો.ગોસાઈ(શ્રદ્ધા હોસ્પિટલ) હાજર રહેલ હતાં.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/