મોરબી : તાજેતરમાં મોરબીમાં ગઈકાલે એક સાથે 43 કેસ નોંધાયા બાદ આજે શુક્રવારે સાંજે ખાનગી લેબમાં મોકલાયેલા સેમ્પલમાંથી ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 341 થઈ ગયો છે. જ્યારે હજુ લોકલ રેપીડ ટેસ્ટ અને સરકારી લેબના રિપોર્ટની વિગત હવે જાહેર થશે.
શુક્રવારે સાંજે જાહેર થયેલા કોરોના કેસની મળતી વિગત મોરબીના સામાકાંઠે, સર્કિટ હાઉસ રોડ ઉપર ગોપાલ સોસાયટીની પાછળ શિવમ સોસાયટીમાં રહેતા 56 વર્ષના પુરુષ અને 56 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે નવલખી રોડ પર રહેતા 43 વર્ષના પુરુષ તેમજ મોરબીની સુદર્શન સોસાયટીમાં આવેલા રાઘવ એપાર્ટમેન્ટ- 202માં રહેતા 54 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. આ ચારેય લોકોના રિપોર્ટ અમદાવાદની ખાનગી લેબમાં પોઝિટિવ આવ્યા છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસની સંખ્યા 341 થઈ ગઈ છે. જોકે આજે કરવામાં આવેલા રેપીડ ટેસ્ટ અને સરકારી લેબોરેટરીમાં મોકલેલા સેમ્પલના રિપોર્ટની વિગત હજુ સાંજે જાહેર થશે. જેથી કાલની જેમ જ આજે પણ મોટી સંખ્યામાં કેસ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide