આજે હળવદમાં 2, વાંકાનેર 1 અને ટંકારામાં 1 કેસ સાથે જિલ્લાના કુલ કેસ થયા 160 : લાંબા સમય બાદ આજે મોરબી તાલુકામાં એક પણ કેસ ના નોંધાતા રાહત મળી છે
મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે કોરોનાના માત્ર ચાર જ કેસ નોંધાયા હતાં અને તેમજ મોરબી શહેરમાં આજે એક પણ કોરોના પોઝિટિવ કેસના નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. આજે નોંધાયેલા ચાર કેસમાં બે હળવદ, એક વાંકાનેર અને એક ટંકારા તાલુકામાં કેસ નોંધાયો હતો. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 160 થઈ ગઈ હતી. જ્યારે આજે ચાર નવા કેસની સામે 3 લોકો સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં 10 જુલાઈએ પોઝિટિવ આવેલ મોરબી શહેર, યદુનંદન પાર્ક 22માં રહેતા 26 વર્ષના પુરુષ તેમજ 10 જુલાઈએ પોઝિટિવ આવેલ મોરબીના શકત શનાળામાં રહેતા 45 વર્ષના પુરુષ અને 5 જુલાઈએ પોઝિટિવ આવેલ મોરબીના સામાકાંઠે, ત્રાજપર પાસે રહેતા 38 વર્ષના પુરુષ સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે 160 કુલ કેસ માંથી હાલમાં 85 કેસ એક્ટિવ છે. જ્યારે 66 લોકો સાજા થઈ ગયા છે. અને 9 લોકોના મૃત્યુ થયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide