મોરબી : જાહેરમાં રૂ. 12,210 સાથે જુગાર રમતા 4 શખ્સો પકડાયા

0
103
/
/
/

મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા મોરબી શહેરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રૂ. 12,210 કબ્જે કરવામાં આવી છે.

ગઈકાલે તા. 17ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમા હોય, તે દરમ્યાન મોરબી કુબેરનાથ શેરીની અંદર લુહાર શેરીમાં ચાર ઇસમો જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન-પોલીસનો પૈસાની હારજીતનો તીન-પતીનો નશીબ આધારીત જુગાર રમી રમતા મળી આવ્યા હતા. પોલીસે આ ચારેય ઇસમો પાસેથી રોકડ રૂ. 12,210 ના મુદામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં શબ્બીરભાઇ ઉર્ફે શબલો કાસમભાઇ કુરેશી, અફઝલભાઇ સીકંદરભાઇ મેઘાણી, તૈયબભાઇ ઇસ્માઇલભાઇ ખુરેશી, મુબારકભાઇ ઇબ્રાહિમભાઇ બ્લોચને પકડી પાડવામાં આવ્યા હતા. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા ચારેય આરોપીઓ વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner