શુક્રવાર : ગઈકાલે રાત્રે 10થી આજે સાંજના 6 સુધીમાં પડેલા વરસાદની માહિતી

0
42
/
ગતરાત્રીથી આજ સાંજના 6 સુધીમાં હળવદ, ટંકારામાં એક ઇંચ તથા મોરબી, વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ

મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામ છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો છે. જોકે ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ પડ્યા બાદ વરસાદનું જોર ઘટ્યું હતું અને ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી આજે સાંજના 6 દરમિયાન જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.જેમાં હળવદ અને ટંકારામાં એક ઇંચ તથા મોરબી-વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

મોરબીમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યા પછી ધીમીધારે વરસાદ પડ્યો હતો અને આજે આખો દિવસ છૂટક છૂટક વરસાદ વરસતો રહ્યો હતો. વચ્ચે વચ્ચે વિરામ બાદ હળવા કે ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં મોરબી જિલ્લા કંટ્રોલરૂમે નોંધાયેલા વરસાદના સતાવાર આકડા પ્રમાણે ગતરાત્રિના 10 વાગ્યાથી આજે શુક્રવારે સાંજના 6 વાગ્યા સુધીમાં હળવદમાં 25 મીમી એટલે એક ઇંચ ,ટંકારામાં 23 મીમી એટલે એક ઇંચ, મોરબીમાં 14 મીમી એટલે એટલે અડધો ઇંચ ,વાંકાનેરમાં 13 મીમી વરસાદ પડ્યો હતો.જ્યારે માળીયામાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/