મોરબી: ATM માંથી લાખોનું ચીટીંગ કરનાર યુપીની કુખ્યાત ગેંગનો સાગરિત ઝડપાયો

0
351
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

એટીએમ ફ્રોડ કરતી આખી ટોળકી સક્રિય હોવાનો મોટો ખુલાસો

તાજેતરમા મોરબીમાં એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાંથી લાખો રૂપિયાનું ચીટીંગ કરનાર આંતર રાજ્ય એટીએમ ફ્રોડ કરતી યુપીની નિશાદ ગેંગના સાગરિતને મોરબી પોલીસે ઝડપી લીધો છે.

મોરબીની એસબીઆઈ બેંકની મુખ્ય બ્રાંચ પરાબજાર દ્વારા મોરબી શહેરના અલગ અલગ એસબીઆઈ બેંક એટીએમ મશીનોમાં રોકડ રકમ સપ્ટેમ્બર અને ઓક્ટોબર ૨૦૧૯ માં નાખવામાં આવી હતી અને રોકડ ઉપાડ કરતા વધારાની રોકડ રકમ મશીનમાંથી નીકળી હોય જેમાં જુદી જુદી રોકડ રકમનું ટ્રાન્જેક્શન થયેલ અને ટ્રાન્જેક્શન ફેલ થયાનું બતાવી ઓનલાઈન ખોટી કમ્પ્લેન કરીને એક ટ્રાન્જેક્શનની રકમ બે વખત મેળવી એસબીઆઈ બેંક સાથે ૭.૬૧ લાખની ચીટીંગ થયા અંગે એ દીવ્ઝીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ સંદર્ભે જીલ્લા એસપી એસ આર ઓડેદરાના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ બી જી સરવૈયા, પીએસઆઈ વી કે ગોંડલીયાની ટીમે સઘન તપાસ ચલાવી હતી અને એટીએમ મશીનના સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરતા બેંક સાથે આશરે રૂ ૩૦ લાખ જેટલું ચીટીંગ થયાનું જણાયું હતું જેથી એટીએમ મશીનમાં અવારનવાર જતા અને રોકડ ઉપાડ કરતા ઈસમોની તપાસ ચલાવી હતી જેમાં ફ્રોડમાં વપરાયેલ કાર્ડ ઉત્તરપ્રદેશનું હોવાનું ખુલ્યું હતું અને પોલીસ ટીમોએ બેંક ફ્રોડમાં સંડોવાયેલ ઇસમ રાજકોટ ખાતે બેંક ચીટીંગ કરવા આવેલ હોય તેવી બાતમી મળતા વોચ ગોઠવીને આરોપી પુરણસિંગ ઉદેસિંગ નિશાળ રહે યુપી વાળાને ઝડપી લઈને ઝડતી તપાસ કરતા તેની પાસેથી વિવિધ બેકોના ૧૭ એટીએમ કાર્ડ મળી આવતા પોલીસ મથકે લાવીને સઘન પૂછપરછ ચલાવી હતી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

જેમાં આરોપીએ મોરબી શહેરના વિવિધ એટીએમમાંથી કાર્ડના ઉપયોગ દ્વારા આશરે રૂ ૬ લાખ જેટલી રકમ ઉપાડી એસબીઆઈ બેંક સાથે ચીટીંગ કર્યાનું કબુલ્યું હતું અને બેંક ફ્રોડ માટે અલગ અલગ બેન્કના આશરે ૨૦ થી ૨૫ કાર્ડનો ઉપયોગ કર્યાનું પણ ખુલ્યું હતું જેથી આરોપીની ધોરણસરની અટકાયત કરી વિવિધ બેંકના ૧૭ એટીએમ કાર્ડ પોલીસે કબજે કરી લીધા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/