સરકારના આદેશને પગલે સરકારી કચેરીઓમાં વધુ એક કામનું ભારણ
મોરબી : હાલ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના સૂચના મુજબ રાજ્યમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં મુલાકાતીઓને કોરોના રસીના પ્રમાણપત્રના આધારે આજે તા. 01/01/2022થી પ્રવેશ આપવામાં આવશે.
આ આદેશ મુજબ સચિવાલય પરિસરમાં આવેલ વિવિધ વિભાગો તથા સ્વર્ણિમ સંકુલમાં આવતા મુલાકાતીઓ માટે બુથ પર પ્રવેશ પાસ કાઢતી વખતે મુલાકાતીએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છે કે કેમ, તે પ્રમાણપત્રના આધારે બુથ પરના કર્મચારી/અધિકારીએ સુનિશ્ચિત કર્યા બાદ જ પ્રવેશ પાસ ઇશ્યુ કરવાનો રહેશે.આ ઉપરાંત, રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા ઉપક્રમોમાં આવતા મુલાકાતીઓએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છે કે કેમ, તે પ્રમાણપત્રના આધારે ખાતરી કર્યા બાદ જ કચેરીમાં પ્રવેશ અપાય તે બાબતે સંબંધિત કચેરીના વડાએ તેઓની કચેરીમાં વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide