મોરબી જલારામ મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદિવસની અનોખી ઉજવણી

0
166
/

મોરબી : હાલ મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી મોરબીના કૃષિતભાઈ સુવાગીયા એ 29મા જન્મદીનની સેવાની ભાવના સાથે ઉજવણી કરી હતી.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે. ત્યારે મોરબીના કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા એ તેમના 29મા જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને કરી હતી.પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના કૃષિતભાઈ સુવાગીયા એ સેવાકાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/