હવેથી લગ્ન પ્રસંગનું પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવું પડશે.. જાણો માહિતી

0
56
/

મોરબી : હાલ ગુજરાત રાજ્યમાં હાલમાં લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીઓના કિસ્સામાં ખુલ્લા સ્થળોએ, બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50%થી વધુ નહીં પરંતુ મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગના આયોજનને મંજૂરી આપવાની જોગવાઇ અમલમાં છે. રાજ્યમાં હાલ કોવીડ-19ની પરિસ્થિતિને ધ્યાને લેતાં આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની બાબત પણ રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી.

જે અનુલક્ષીને કોવીડ-19ની પ્રવર્તમાન સ્થિતિને લક્ષમાં રાખી, રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આ બાબતે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઈઝીંગ મેરેજ ફંક્શનનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે. જેને ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in) પર પણ કાર્યરત કરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

જાણો… લગ્ન પ્રસંગનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાના મુખ્ય સ્ટેપ

1. www.digitalgujarat.gov.in ઓનલાઇન એપ્લાય કરવા માટે સૌ પ્રથમ પોતાનું એકાઉન્ટ બનાવી લોગ ઈન કરવું ફરજીયાત છે. ત્યારબાદ જ આગળની પ્રક્રિયા થશે.

2. ત્યાર બાદ www.digitalgujarat.gov.in વેબસાઈટ પર જેમાં સૌ પ્રથમ ‘સર્વિસ’નું ઓપ્શન આવશે. જેના પર ક્લિક કરતા સૌથી પહેલું ‘સીટીઝન સર્વિસ’નું ઓપ્શન આવશે.

2. સીટીઝન સર્વિસના ઓપશન પર ક્લિક કરતા અલગ-અલગ સર્ટિફિકેટ માટે અપ્લાય શકાય તેના ઓપશન આવશે. તે પૈકી એક ઓપ્શન ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર મેરેજ ફંક્શનનું છે.

3. આ ઓપશન પર ક્લિક કરતા ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. તેમાં જ પેમેન્ટની શરતો જાણી શકાશે. તેમજ છેલ્લે ઓનલાઇન એપ્લાયનું ઓપશન આવશે.

4. ઓનલાઇન એપ્લાય કરવા માટે સૌ પ્રથમ લોગ ઈન કરવું ફરજીયાત છે. ત્યારબાદ જ આગળની પ્રક્રિયા થશે.

5. ઉલ્લેખનીય છે કે અરજદારે મેરેજના આયોજન માટેનું પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ આપવું પડશે. તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટની વિગત સાઈટ પર આપેલ છે.

https://www.digitalgujarat.gov.in/Citizen/ServiceDescription.aspx

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/