મોરબી : ભાવનગર જીલ્લાના ડી ડીવીજન પોલીસ સ્ટેશનના ખુનના ગુનામા રાજકોટ જેલમાં સજા દરમિયાન પેરોલ જમ્પ કરનાર કેદી છેલ્લા પ-માસથી નાસતો ફરતો હતો. આથી, આ કેદી મોરબીમાં હોવાની બાતમી મળતા નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમે મોરબીથી તેને ઝડપી લઈને રાજકોટની જેલમાં મોકલી દીધો હતો.
રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં પેરોલ-ફર્લો વચગાળાના જામીન તથા જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા માટે એકશન પ્લાન બનાવી અસરકારક કામગીરી કરવા સ્કવોડના પો.સ.ઇ.જે.એસ.ડેલા ને સુચના આપી હતી. તેથી, ભાવનગર ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં સને-૨૦૧૧ માં પકડાયેલ અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવતો અને ૬-માસથી પેરોલ ઉપર છુટી પ-માસથી જમ્પ થયેલ પાકા કામના કેદી સોયબભાઇ હેદરભાઇ જેડા (રહે. હાઉસીંગ બોર્ડ બ્લોક નં.૩૧૮ કુંભારવાડા નારી રોડ, ભાવનગર) વાળો હાલે મોરબી ખાતે વિસીપરામાં મદિના સોસાયટીમાં છુપી રીતે રહેતો હોવાની બાતમી મળતા પો.સ.ઇ.શજે.એસ.ડેલા તથા સ્ટાફના ભગવાનજીભાઇ ખટાણા, મહાવીરસિહ પરમાર સહિતના સ્ટાફે મોરબી ક્રિષ્ના હોટલ બાયપાસ નજીકથી આ કેદીને ઝડપી લઈને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવા માટે આગળની જરુરી કાર્યવાહી કરવામાં આવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide