રાજકોટના જંગલેશ્વરમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 2 શખ્શો ની ધરપકડ

0
125
/

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી 180 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપાઇ છે. ભક્તિનગર પોલીસે બાતમીના આધારે તે વિસ્તારમાં રેઇડ પાડતા બે ઇસમોને ટ્રાવેરા કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપી મકબુલ ઉર્ફે મકો ડોડેરા અને કામીલ આમરોલિયાને પકડી પાડ્યા હતા. જો કે બંને આરોપીના કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો જેના રીપોર્ટ બાદ બંનેની અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે વિદેશી દારૂ 90 હજારની કિંમતની 180 નંગ, મોબાઇલ અને કાર સહિત કુલ 4 લાખનો મુદ્દામાલ કબજે કરેલ  છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/