રજૂઆત છતાં નીમ્ભર તંત્ર નહિ જાગતા મહિલાઓ રણચંડી બની
મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા એક માસથી ગટરના પાણીના તલાવડા ભરેલા છે જે મામલે પાલિકાના પૂર્વ સદસ્યે પાલિકા કચેરીને રજૂઆત કરીને યોગ્ય કરવાની માંગ કરી હતી જોકે રજુઆતો બાદ ક્યારેય પાલિકા તંત્ર કામગીરી કરવામાં માનતું ના હોય અને આંદોલનની ભાષા જ સમજતું હોય, કોઈ પગલા ના લેવાતા આજે લત્તાવાસી મહિલાઓનું ટોળું કચેરીએ દોડી ગયું હતું અને રોડ ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો
મોરબી નગરપાલિકાના પૂર્વ સદસ્ય ધર્મેન્દ્રભાઈ કણઝારીયાએ નગરપાલિકાને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે માધાપર મેઈન રોડ તથા મહેન્દ્રપરા 3 માં ગટરના ગંદા પાણી છેલ્લા એક માસથી ભરેલા છે અને એકથી દોઢ ઇંચ જેટલા ગંદા પાણીમાંથી રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવું પડે છે જેથી માધાપર વિસ્તારમાં રોગચાળાનો ભય ફેલાયો છે તેમજ જન્માષ્ટમીના તહેવાર નજીક છે અને માધાપર રામજી મંદિર પાસે દર્શન માટે ભક્તો આવતા હોય છે જેથી આ મામલે યોગ્ય કરવાની માંગ કરી હતી અને સમસ્યા ના ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી
જોકે રજૂઆત અને આંદોલનની ચીમકી છતાં નીમ્ભર પાલિકા તંત્રને કોઈ ફર્ક પડ્યો ના હતો અને કોઈ કાર્યવાહી ના કરતા આજે મહિલાઓનું ટોળું પાલિકા કચેરી પહોંચ્યું હતું અને હંગામો કર્યો હતો તેમજ વિફરેલી મહિલાઓએ પાલિકા કચેરી બહાર રોડ પર ચક્કાજામ કરવા પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide