વાંકાનેરમાંથી પ્રોહીબીશનના કેસમાં છેલ્લા આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

0
84
/

વાંકાનેર : સુરેન્દ્રનગર જીલ્લાના નાની મોલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના કેસમાં છેલ્લા આઠ માસથી નાસતા-ફરતા આરોપીને દારુ પીધેલી હાલતમાં સ્કોડા ગાડી સાથે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમેં ઝડપી લીધો હતો.

રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો.સ.ઇ.જે.એસ.ડેલાએ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના આપ્યા બાદ જે અન્વયે મળેલ હકીકત આધારે સ્કવોડના પો.સ.ઇ.શ્રી તથા કરશનભાઇ કલોત્રા, ભગવાનભાઇ ખટાણા, મહાવીરસિહ પરમાર, રુપકબહાદુર હસ્તબહાદુર, જયદીપભાઇ અનડકટ તથા ડ્રા.સમીરભાઇ મુલીયાણા સહિતનાએ સુરેન્દ્રનગર જીલલાના મોલડી પોલીસ સ્ટેશન ખાતે દેશી દારુ બનાવાની ભઠ્ઠીના કેસમાં છેલ્લા આઠ માસથી નાસતા-ફરતા આરોપી નરેન્દ્ર ઉર્ફે નરીયો રઘુભાઇ ધોરીયા રહે.ગારીડા જી.રાજકોટ વાળાની વોચમાં હતા ત્યારે આરોપી પોતાની સ્કોડા ફેબીયા કાર જીજે-૦૩-સીએ-૭૨૩૪ વાળી લઇને નિકળતા પોલીસને જોઇ પુરપાટ ગાડી ભગાડતા તેનો પીછો કરી વાંકાનેર હાઇ-વે મેશરીયા ગામના પાટીયા પાસેથી દબોચી લઇ તે દારુ પીધેલી હાલતમાં હોય તેને ધોરણસર અટક કરી વધુ તપાસ હાથ ધરેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/