વાંકાનેરમાં ધમલપર ગામે પાર્ક કરેલા એક્ટિવાની ચોરી

0
41
/

વાંકાનેર : વાંકાનેરના ધમલપર ગામે પાર્ક કરેલા એક્ટિવાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના વીશીપરા વિસ્તારમાં રહેતા રાહુલભાઇ સુરેશભાઇ ધરોડીયા પ્રજાપતિ (ઉ.વ ૨૯) એ ગત તા. ૧૫ એપ્રિલના રોજ વાંકાનેરના ધમલપર ગામ પાસે જૈનકો રીફેકટરીઝના ગોડાઉન નજીક GJ 03 HQ 7311, કિ.રૂ. ૨૦,૦૦૦/- નુ એકટીવા સ્કુટર પાર્ક કરેલ હતુ. આ એક્ટિવા સ્કૂટર કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. દરમિયાન ગઈકાલે રાહુલભાઇ સુરેશભાઇ ધરોડીયાએ પોતાના એક્ટિવાની ચોરી થયાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વાંકાનેર પોલીસે તપાસ શરુ કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/