માળીયા CCI કેન્દ્રના કર્મચારીને અજાણ્યા શખ્શ દ્વારા ખૂનની ધમકી

0
64
/
રવિરાજ ઇન્ડસ્ટ્રી દ્વારા પોલીસ બંદોબસ્તની માંગ

માળીયા (મી.) : માળીયા (મી.)માં આવેલ રવિરાજ ઇન્ડસ્ટ્રી દ્વારા કોટોન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના કર્મચારીને ધાક-ધમકી તથા જાનથી મારી નાખવા અને CCIના સેન્ટરના કામમાં રૂકાવટ બાબતે માળીયા (મી.) પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં CCI કેન્દ્ર માટે પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવેલ છે.

પીપળીયા ચાર રસ્તા પાસે રવિરાજ જીનમાં કોટોન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું CCIનું સેન્ટર ખોલવામાં આવ્યું છે. જીનમાં કોટોન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કર્મચારી તિલોકરામ પારઘી દ્વારા ખેડૂતોનો કપાસ ખરીદવામાં આવે છે. ગત તા. 30ના રોજ બપોરે અંદાજે 2 થી 2.30 વાગ્યે તિલોકરામ પારઘી કપાસની ખરીદી કરતાં હતા ત્યારે અજાણ્યા વ્યક્તિ જીનમાં આવીને કોટોન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર સાથે ફોન પર ગેરવર્તન કર્યું હતું. અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે જિનિંગ માલિકને જાણ કરતાં જીનીગ માલિકે મહેન્દ્રભાઈ પટેલ માળીયા પોલિસ ચોકીમાં ફોન કરતાં મથકમાંથી રૂબરૂ ફરિયાદ લખાવા જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે આ અજાણ્યા વ્યક્તિનું ગેરવર્તન જીનીંગ મિલના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયેલ છે. હાલ પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/