માળિયા (મી.)ના ખાખરેચીમાંથી વધુ એક બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ

0
57
/

માળીયા (મી.) : માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા 39 વર્ષીય નિલેષભાઈ ધનજીભાઈ બાપોદરીયાએ પોતાનુ મોટર સાઇકલ નં. GJ-03-BQ-1084 પોતાના ઘરની બહાર ખુલ્લામાં પાર્ક કરેલ હતુ. આ બાઇકને ગત તા. 15 મેના રાત્રીના આઠેક વાગ્યાથી તા. 16 મેના સવારના આઠેક વાગ્યા દરમ્યાન અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. બાદમાં નિલેષભાઈએ બાઈકની શોધખોળ આદરી હતી. પણ બાઈક ના મળતા ગઈકાલે તા. 31 મેના રોજ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. હાલમાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે. ખાખરેચી ગામમાંથી બે બાઇક ચોરીની ફરિયાદ નોંધાઇ છે. જે જોતા એવું લાગી રહ્યું છે કે થોડા સમયમાં જ બાઇક ચોરી ગેંગ ઝડપવાની શક્યતાઓ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/