માળિયા (મી): બંધ મકાનમાં સેાના-ચાંદીના દાગીના અને રેાકડ સહીત ૪૬૦૦૦ ની ચોરી

0
53
/

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં માળીયા સીટી વિસ્તારમાં આવેલ કોળીવાસમાં આવેલા બંધ મકાનને ગત તા.૨૨ ના રોજ તસ્કરો નિધન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને તસ્કરો કુલ રૂપિયા ૪૬ હજારની મતાની ચોરી કરી ગયા હોય હાલ માળીયા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી જિલ્લાના માળીયા મીંયાણામાં સીટી વિસ્તારમાં તસ્કરેા ધામા નાખ્યા હતા અને રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને કુલ ૪૬ હજારની મતાની ચોરી કરી ગયેલ છે જે અંગે માળીયા પોલીસ મથકે મળતી માહિતી મુજબ શહેનાજબેન સીરાજભાઈ બદરૂદીનભાઈ જીવાણી જાતે ખોજા (ઉમર ૨૫) ધંધો, ઘરકામ તથા સીલાઇ કામ રહે.કોળીવાસ વાળાએ ફરીયાદ નેાંધાવીને જણાવ્યુ હતુ કે ગત તા.૨૨-૭ ના રાત્રીના સાડા બાર વાગ્યાના અરસામાં તેમના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઇસમે પ્રવેશ કરીને મકાનના રૂમના દરવાજાનું સ્ટોપર ખોલી રૂમમાં રાખેલ કબાટમાંથી સોનાનો સેટ- જેમા સોનાની બુટી અને હાર અઢી તોલા, ત્રણ વીંટી સોનાની એક તોલા, બે સોનાના ચેઈન આશરે દોઢ તોલા તથા ચાંદીના સાકળા તથા ચાંદીની લકી અને રોકડ ૧૯૦૦ મળી ૪૬૦૦૦ ની ચોરી કરેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/