માળીયા તાલુકાના ઘાટીલા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા

0
127
/
/
/

માળિયા તાલુકાના ધાટીલા ગામે ખંઢેર મકાનમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે માળિયા પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા ૮ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા તાલુકાના ધાટીલા ગામે આરોપી વિનોદભાઈ ઘનજીભાઈ ભોજીયાના ખંઢેર મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલા વિનોદભાઈ ઘનજીભાઈ ભોજીયાં, હરીલાલ શિવલાલ ઉભડીયા,રમેશભાઈ બાબુભાઈ ભોજીયા, અસ્વીનભાઈ રાઘવજીભાઈ જેતપરિયા, અબ્દુલભાઈ હુશેનભાઈ ચાનિયા, ગીરીશભાઈ ભુરજીભાઈ ઉભરીયા, કમલેશભાઈ વેલજીભાઈ સબાપરા અને મનહરભાઈ દેવજીભાઈ સદાપરા ને રોકડ રકમ રૂ.૭૪૧૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner