માળીયા – હળવદ હાઇવે ઉપર કાર અકસ્માતમાં મહિલાનું મૃત્યુની ઘટના

0
252
/

સુખપર નજીક કાર પુલ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો : ત્રણ ઇજાગ્રસ્ત

હળવદ : હાલ માળીયા – હળવદ હાઇવે ઉપર અમદાવાદથી મોરબી આવી રહેલ પરિવારની કારને સુખપર નજીક અકસ્માત નડતા એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ત્રણ મહિલાઓને ઇજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા – હળવદ હાઇવે ઉપર અમદાવાદ તરફથી મોરબી આવી રહેલી કારને સુખપર નજીક અકસ્માત નડ્યો હતો અને કાર ધડાકાભેર પુલ સાથે ટકરાતા વિરૂબેન કારીયાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં વિમણાબેન ધર્મેશભાઈ, હેમાંગીબેન ધર્મેશભાઈ અને ધર્મેશભાઈ દેવેન્દ્રભાઈ, રહે-અમદાવાદ વાળાઓને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/