મોરબી સાર્થક વિદ્યાલય ખાતે અટલ ટીકરીંગ લેબનું રાજ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

0
64
/

નવી નવી ટેકનોલોજી અપનાવી આપણું રાષ્ટ્રવિશ્વગુરૂ બનવા તરફ આગળ ધપી રહયો છે : રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબી : મોરબીની સાર્થક વિદ્યાલય ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે અટલ ટીકરીંગ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા સ્કિલ ડેવલપ દ્વારા યુવાનોમાં રહેલ અપાર શક્તિઓને બહાર લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે. જે અંતર્ગત દેશના પાંચ રાજયોના ચાલીસ વિદ્યાર્થીઓની સ્પર્ધામાં ગુજરાતનો યુવાન અવ્વલ નંબરે આવેલ હતો. જયારે દિલ્હીમાં સમગ્ર દેશની યોજાયેલ સ્કિલ ડેવલપ સ્પર્ધામાં પણ ગુજરાત મોખરે રહેલ છે. નવી નવી ટેકનોલોજી આપનાવી આપણું રાષ્ટ્ર વિશ્વગુરૂ બનવા તરફ આગળ ધપી રહયો છે,

રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજય સરકાર દ્વારા વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી સશક્તિકણરણની ચિંતાકરી છે. મહિલાઓ સમાજમાં સન્માનભેર જીવી શકે તેમજ સ્વનિર્ભર અને સ્વાવલંબી બને તે માટે સખી મંડળને વ્યવસાય કરવા માટે રાજય સરકાર દ્વારા વગર વ્યાજે લોન આપવામાં આવે છે.આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણીઓમાં કિશોરભાઇ શુકલ, અમરસિંહ રાણા, જયવંતસિંહ, સાગરભાઇ, ભરતભાઇ મહેતા સહિત વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહયા હતાં.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/