માળીયાના હરિપર ગામે 4 મહિનાથી વીજળીના ધાંધીયા : ગ્રામલોકોને હાલાકી

0
38
/
વીજળીના વારંવાર ઝટકાથી વીજ ઉપકરણોને નુકશાન થયું : લાઈટ પ્રશ્ને યોગ્ય પગલાં ન લેવાય તો આંદોલનની ચીમકી

માળીયા : માળીયાના હરિપર ગામે 4 મહિનાથી વીજળીના ધાંધીયા સર્જાયા છે. વારંવાર વીજળી ગુલ થવાથી ગ્રામલોકો ત્રસ્ત થઈ ગયા છે. વીજળીના વારંવાર ઝટકાથી વીજ ઉપકરણોને નુકશાન થયું હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી હતી અને લાઈટ પ્રશ્ને યોગ્ય પગલાં ન લેવાય તો ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી આપી છે.

હરિપર ગ્રામ પંચાયતે સંબધિત તંત્રને રજુઆત કરી હતી કે હરિપર ગામમાં છેલ્લા ચાર મહિનાથી લાઈટનો પ્રશ્ન ગંભીર બની ગયો છે. અવારનવાર વીજળી વારંવાર ગુલ થઈ જાય છે. જેથી, ગ્રામલોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જોકે આ લાઈટ પ્રશ્ને સ્થાનિક વિજતંત્ર અને માળીયા મામલતદારને અગાઉ અનેક વખત રજુઆત કરી છે. તેમ છતાં વીજળી ગુલ થવાની સમસ્યા ઠેરની ઠેર જ બની રહી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/