મોરબી : રહેણાંક મકાનમાં જુગાર રમતા 11 શખ્સોની અટકાયત

0
192
/
રોકડ રકમ રૂ. 32,250 જપ્ત કરાયો

મોરબી : મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા મોરબી શહેરની દફતરી શેરીમાં જુગાર રમી રહેલા 11 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપીઓની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરની દફતરી શેરીમાં રહેતા હસમુખભાઈ નારણભાઈ પરમાર પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ પાડી ત્યાં જુગાર રમી રહેલા આ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 32,260 જપ્ત કરવામાં આવી છે. આ બનાવમાં પોલીસે હસમુખભાઈ નારણભાઈ પરમાર, અંકિતભાઈ હસમુખભાઈ પરમાર, ઘવલભાઈ હસમુખભાઈ પરમાર, ઘીમલભાઈ હર્ષદભાઈ ગોસાઈ, નીતિનભાઈ લક્ષ્મીચંદ કાગરા, મહીપતભાઈ વસંતભાઈ કુબાવત, સુરેશભાઈ હરીલાલ રાણપરા, ચંદ્રકાન્તભાઈ નટવરલાલ પાટડીયા, જીતેન્દ્રભાઈ માઘવજીભાઈ ગોહેલ, ભરતભાઈ વાડીલાલ દફતરી અને રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી  આરોપીઓની અટકાયત કરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/