માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા ચાલુ કરવા જી.પં. પ્રમુખની માંગ

0
19
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા બંધ હોય જે સુવિધા ચાલુ કરવાની માંગ સાથે જીલ્લા કલેકટરને પત્ર લખવામાં આવ્યો છે

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે માળીયા મામલતદાર કચેરીમાં હાલ ઇન્ટરનેટ સુવિધા બંધ છે અને આ પરિસ્થિતિ ઘણા સમયથી જોવા મળી રહી છે કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં અઢી માસ જેટલો સમય સરકારી કામગીરી બંધ હોવાથી પ્રજાના કામો વિલંબિત થયા છે જયારે હવે તમામ કચેરીઓ ચાલુ કરવાની મંજુરી મળી છે તેવામાં ઇન્ટરનેટ સુવિધા બંધ છે માળીયા તાલુકાના અરજદારો પોતાનો અમુલ્ય સમય અને પૈસા બગાડી કચેરી જાય ત્યારે ઇન્ટરનેટ સુવિધા બંધ હોવાથી પરત ફરવું પડે છે અને હાલાકી ભોગવવી પડે છે જેથી માળીયા મામલતદાર કચેરીમાં તાત્કાલિક ઇન્ટરનેટ સુવિધા ચાલુ કરવા સંબંધિત વિભાગને આદેશ કરવા માંગ કરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/