ખીરઈ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત: પાંચ ઈજાગ્રસ્ત

0
90
/

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામ નજીક ટ્રકે કારને હડફેટે લીધી હતી. જેમાં કારમાં બેઠેલા પાંચ લોકોને ઇજા પહોંચી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ ખીરઈ ગામ નજીક ટ્રક અને બોલેરો કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેના કારણે બોલેરો કારમાં બેઠેલા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રહેવાસી કાળુભાઈ મગનભાઈ અને રામીબેન કાળુભાઈને ગંભીર ઇજા પહોંચી હતી. તેથી, તેઓને માળીયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ ટીનુબેન રસિકભાઈ, પૂજાબેન રસિકભાઈ અને રાહુલ રસિકભાઈ સામાન્ય ઇજા થઇ હતી. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/