માળીયા (મી.) : આધેડે ગળેફાંસો લગાવી જીવાદોરી ટૂંકાવી

0
52
/

માળીયા (મી.) : હાલ માળીયા મિયાણા તાલુકાના તરઘરીમાં રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના વતની મહેન્દ્રસિંગ કેકડીયાભાઇ મહેડાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ મૃતકને પીએમ માટે માળિયા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે માળીયા પોલીસે નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ એ.એસ.આઈ. એમ.એલ. ઝાલા ચલાવી રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/