મોરબી : હાલ મોરબી શહેરમાં દુકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ છે. આ કેસમાં એક શખ્સ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબીમાં નવલખી રોડ પર આરોપી કમલેશભાઇ ઉર્ફે બાબુ કાનજીભાઇ પરમારની દુકાનમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની 3 બોટલો (કી.રૂ. 1125) ઝડપી પાડવામાં આવી હતી. પોલીસની રેઇડ દરમિયાન આરોપી કમલેશ હાજર ન હોવાથી હાલમાં પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...