માળીયા (મી.)માં લોકડાઉન વચ્ચે ખાખરેચીમાં બાઈક ચોરાયું

0
35
/

માળીયા (મી.) : માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામમાં રહેતા હિરેનભાઇ હસમુખભાઇ ચંદુભાઇ થદોડાએ પોતાનુ બ્લુ કલરના પટ્ટા વાળુ હિરો સ્પેન્ડર પ્લસ મોટર સાઇકલ નં. GJ-03-CS-4356 પોતાના ઘરની બહાર શેરીમા પાર્ક કરેલ હતુ. આ બાઇકને ગત તા. 19ના રાત્રીના દશેક વાગ્યાથી તા. 20ના સવારના સાતેક વાગ્યા દરમ્યાન અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. બાદમાં હિરેનભાઈએ બાઈકની શોધખોળ આદરી હતી. પણ બાઈક ના મળતા ગઈકાલે તા. 30ના રોજ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. હાલમાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ચોરને પકડવા તાપસ હાથ ધરી છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/