માળીયા (મી.) : માળિયા મીયાણાના કુંતાસી ગામે સસ્તા અનાજની દુકાન પર સરકારના નિયમ અનુસાર ભાવપત્રક અને સરકારના નિયમ અનુસાર જાહેર સુચનાઓનુ અમલ ન થતુ હોય તેવી મામલતદારને ટેલીફોનીક રજૂઆત મળતા માળિયા મામલતદાર સહિતનો કાફલો કુંતાસી ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતા લક્ષ્મણભાઈ લાલજીભાઇને ત્યા ઓંચિતી મુલાકાત લેતા અરજદારની માહિતી મુજબ ભાવ પત્રક અને સરકારના નિયમ અનુસારના લખાણવાળી સુચનાઓ કે બોર્ડ ન મળતા માળિયા પુરવઠા અધિકારીએ હાલ 14,000 થી વધુ રકમ નો અનાજ જથ્થો સીઝ કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ તકે માળિયા મામલતદાર સી. વી. નિનામા, નાયબ મામલતદાર પી.બી ત્રિવેદી તથા મહેશ વ્યાસ સહિતનાઓ સ્થળ પર હાજર રહેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide