મોરબી : ખેડૂતોને આગોતરું વાવેતર કરવા માટે કેનાલથી પાણી આપવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત

0
50
/
/
/

મોરબી : ખેડૂતોને આગોતરું વાવેતર કરવા માટે કેનાલથી પાણી આપવા માટે ઇન્ટર નેશનલ હ્યૂમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરવામાં આવેલ છે.

આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે આ અગાઉ ખેડૂતોને આગોતરું વાવેતર કરવા માટે નર્મદાની કેનાલ તેમજ મચ્છુ–2, મચ્છુ-3, ડેમી–2, મચ્છુ-1 વગેરે ડેમોની કેનલો દ્વારા સિંચાઇ માટે પાણી આપવા માટેની રજૂઆતો કરેલ હતી. આ આગોતરું વાવેતર જો ખેડૂતો 15 મેથી કરે તો જ તે આગોતરા વાવેતરનો પૂરતો ફાયદો મળે અને તે માટે સમયસર આ માટેની રજૂઆતો કરેલ હતી. આ બાબતે આગેવાનો દ્વારા પણ રજૂઆત પછી આ બાબતે રજૂઆતો કરવામાં આવેલ હતી. અને સરકારે પાણી આપવાનું નક્કી કરેલ અને મચ્છુ-2 માં તા.20 મે થી પાણી આપવામાં આવશે તેમ જાહેર કરવામાં આવેલ. તેમજ નર્મદાની કેનાલમાં તા. 25 મેથી પાણી આપવામાં આવશે તેવી જાહેરાતો પણ કરવામાં આવેલ હતી. સ્થાનિક આગેવાનો દ્વારા સરકારના આ નિર્ણય આવકારવામાં આવેલ તેમજ સરકારનો આભાર માનવામાં આવેલ હતો.

આ ઉપરાંત, સ્થાનિક ગામોના તળાવો તેમજ નાના ચેકડેમો ભરવાની પણ માગણી ખેડૂતોના હિતમાં કરેલ જે બાબતે નિર્ણય લઈને બધા જ તળાવો અને ચેકડેમો ભરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. પરંતુ આજના તા. 29-5-2020 ના રોજ પણ આ બંને બાબતે કોઈ કેનાલમાં પાણી આવેલ નથી. તેમજ માળીયા તાલુકાના કોઈ તળાવ કે ચેકડેમમાં પાણી આવેલ નથી.

ત્યારે જો જરૂરિયાતના યોગ્ય સમયે ખેડૂતોને પાણી ના માળે તો તેનો કોઈ અર્થ ખરો? જો જૂન મહિનામાં સિંચાઇનું પાણી મળે તો આ પાણી શું કામનું? કેમ કે જૂન મહિનામાં તો વરસાદ પણ આવશે તો ત્યારે તો આમેય વાવેતર થશે જ તો તેને આગોતરું વાવેતર કહેવાય? અને ગામોના તળાવો પણ જો જરૂરિયાત સમયે ના ભરાય તો તેનો કોઈ ઊપયોગ થઈ શકે ખરો ? ખરેખર ખેડૂતની જરૂરીયાતના સમયે પાણી મળે તેવું આયોજન સરકારમાં કયારે થશે? તેવા પ્રશ્નો રજુઆતમાં ઉઠાવવામાં આવ્યા છે.

ખેડૂતોને કેનાલ દ્વારા પાણી તાત્કાલિક આપવામાં આવે અને તાત્કાલિક તળાવ અને ચેકડેમો ભરવાનું ચાલુ કરવામાં આવે. જેથી, તેનો ફાયદો દરેક ગામના ખેડૂતો અને માલધારીઓને પણ થાય. આથી, આ બાબતે યોગ્ય કરવા અપીલ કરવામાં આવી છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner