બગસરાના સ્થાનિકોનો હક્ક છીનવી બહારની કંપનીઓને લિઝથી આપેલી જમીન રદ કરવા મહેસુલ મંત્રીને બગસરા ગ્રામ પંચાયતની ખાસ રજુઆત
માળીયા : હાલ માળીયા તાલુકાના બગસરા ગામની હદમાં સરકારે બહારની કંપનીઓને મીઠું પકવીને તેના પ્રોસેસર યુનિટો સ્થાપવા માટે લિઝથી જમીન ફાળવી છે. આ માટે હજુ પણ જમીન માપણી અને સર્વે ચાલુ છે, જેનો સ્થાનિક ગ્રામજનો સહિત બગસરાના સરપંચ અને ગ્રામપંચાયતના સભ્યોએ વિરોધ કર્યો છે.
આ અંગે રાજ્યના મહેસૂલમંત્રીને કરેલી લેખિત રજુઆતમાં બગસરા ગામના સરપંચ મહેબૂબભાઈ હામિદભાઈ સુમરાએ જણાવ્યું છે કે, બગસરા ગામની હદમાં નીલ સર્વે નંબર તથા સર્વે નંબર વાળી જમીનો પર પ્રથમ હક્ક સ્થાનિક ગ્રામજનોનો બનતો હોવા છતાં ગાંધીનગરથી ઉક્ત જમીનો મીઠાના ઉત્પાદન માટે બહારની કંપનીઓને લિઝથી ફાળવી દેવાઈ છે.અમુક જગ્યાએ હજુ માપણી, સર્વે સહિતની કામગીરી ચાલુ છે. જે તત્કાળ અસરથી રોકવામાં આવે. મોટી કંપનીઓ ઓટોમેટિક અને મહાકાય મશીનો દ્વારા મીઠાનું ઉત્પાદન અને પ્રોસેસિંગ કરતી હોવાથી સ્થાનિકોને રોજગારી મળે એવી શક્યતા નહિવત છે. આવી કંપનીઓને કારણે અગરિયાઓની રોજી-રોટી છીનવાનો ભય પણ રહેલો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide