ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા યાદી : વિદ્યાર્થીઓ હવે ઓનલાઇન અરજીથી ઘર બેઠા મેળવી શકશે દસ્તાવેજો

0
41
/

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી દસ્તાવેજો ઘરે બેઠા મેળવી શકશે.

ધો. 10 અને ધો. 12ના તમામ વિદ્યાર્થીઓ માટે ગુણપત્રક, પ્રમાણપત્ર માઈગ્રેશન, પ્રમાણપત્રોનું વેરિફિકેશન અને ડિપ્લોમા અને ITI ના વિદ્યાર્થીઓને ધો. 10 કે ધો. 12 સમકક્ષ પરીક્ષા પાસ કરેલ છે તેવું સમકક્ષતા પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થી સેવા કેન્દ્ર, જે બોર્ડની ગાંધીનગરની કચેરી ખાતે કાર્યરત છે. તે કેન્દ્રમાં અગાઉ આ સેવાઓ માટે અરજદારે બોર્ડની કચેરી ખાતે રૂબરૂ આવવું પડતું હતું. પરંતુ આ તમામ સેવાઓ બોર્ડ દ્વારા માર્ચ-2020થી ઓનલાઇન અરજી કરીને સ્પીડ પોસ્ટથી અરજદારે દર્શાવેલ સરનામા પર મોકલવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. જેથી, કોઈપણ અરજદારે કોરોનાની પરિસ્થિતિમાં પ્રવાસ કર્યા વિના ઘરે બેઠા ઓનલાઇન અરજી કરવાથી સરળતાથી સ્પીડ પોસ્ટ મારફતે મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરેલ છે. વધુમાં, સ્પીડ પોસ્ટ સેવાનું ટ્રેકીંગ અરજદાર તેઓના મોબાઈલ ફોન મારફતે કરી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. જેથી, અરજદાર સ્પીડ પોસ્ટની છેલ્લી સ્થિતિની જાણકારી મેળવી શકે છે.

વધુમાં, માર્ચ-2020ની ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે. કેટલાક વિદ્યાર્થીઓને નવા જ ગુણપત્રક ખોવાઈ જવાના કિસ્સા બોર્ડને ધ્યાને આવેલ છે. માર્ચ-2020ની પરીક્ષાના ખોવાયેલ, ચોરાયેલ કે અન્ય કારણસહ ઉપલબ્ધ ન હોય તેવા અસલ ગુણપત્રક ડુપ્લીકેટ મેળવવા માટે નિયત નમૂનામાં 50 રૂ.ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામુ રજૂ કર્યેથી ડુપ્લીકેટ ગુણપત્રક ઓનલાઇન પ્રક્રિયા કરવાથી મેળવી શકાશે. ઓનલાઈન પ્રક્રિયા માટે બોર્ડની વેબસાઈટ www.gsebeservice.com ઉપર જઈ સ્ટુડન્ટ્સ મેનુ ઉપર ક્લીક કર્યા બાદ ઓનલાઇન સ્ટુડન્ટ સર્વિસ પરથી વિદ્યાર્થીઓ બોર્ડ પાસેથી મેળવવાના થતા દસ્તાવેજો રૂબરૂ કચેરીમાં આવ્યા વિના જે સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે તે મેળવવા ઓનલાઈન અરજી પણ કરી શકશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/