મોરબી : મોરબી-માળીયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર સુખાભાઈ કુંભારવાડીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ-પે તથા અન્ય સુવિધાઓનો લાભ આપવા બાબતે લેખિત રજુઆત કરવામાં આવી છે.
તેઓએ રજુઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનનાં દબાણથી તંત્ર દ્વારા જે તે કર્મચારીઓના ગ્રેડ–પે અને ભથ્થામાં સુધારા કરવામાં આવી રહ્યા છે. કરતા આવ્યા છો. હાલમાં પણ આપના દ્વારા શિક્ષક યુનિયનની રજુઆત મુજબ તેમના ગ્રેડ–પે મંજુર કરેલ છે. રાજયના તમામ કર્મચારીઓના મળવાપાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાય રહે તે જોવાની તંત્રની જવાબદારી છે. તંત્રે રાજયના તમામ પોલીસ કર્મચારીઓ બાબતે સમાનતા નિભાવેલ નથી, માટે ગુજરાત રાજયના પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં આ પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાત પોલીસનાં કર્મચારીઓને નીચે મુજબની સેવાઓ આપવામાં આવે તેવી માંગણી કરેલ છે.
1. ગુજરાત રાજયના એ.એસ.આઈ. કોન્સટેબલ હેડ કોન્સટેબલના ગ્રેડ પે ખુબ જ ઓછા છે. જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ–પે કરવામાં આવે.
2. ગુજ૨ાત પોલીસને મળતા વર્ષો જુના તમામ ભથ્થામાં તાત્કાલીક વધારો કરવામાં આવે.
3. ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓના ફ૨જનો સમય નકકી કરવામાં આવે અને 8 કલાકથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તથા તેમને વિવિધ ઋતુ મુજબ સુરક્ષાના સાધનો આપવામાં આવે.
4. હાલ ગુજરાતના તમામ વિભાગોમાં થતા શોષણ સામે લડવા માટે વિવિધ યુનિયનો બનાવવામાં આવેલ છે. જેમાં ગુજરાત પોલીસને પણ યુનિયન બનાવવાનો મુળભુત અધિકાર સત્વરે આપવામાં આવે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide