મોરબી : ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂ. 79.32 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

0
87
/
/
/

મોરબી : મોરબી જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂ. 79.32 લાખના વિદેશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાં મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં પોલીસ દ્વારા આ વિદેશી દારૂ, બિયરના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા ટંકારા પોલીસ મથકમાં અગાઉ પોલીસ દ્વારા રેડ પાડીને વિદેશી દારૂ બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિદેશી દારૂ બિયરના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમ મેળવ્યા બાદ મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ માર્ગદર્શન હેઠળ મામલતદારની હાજરીમાં આ ચારેય પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા ટંકારા પોલીસ મથક દ્વારા પકડાયેલા દારૂ, બિયરની બોટલો નંગ 28,559 રૂ.79,32,428ની કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો આજે મોરબીના જોધપર ગામે આવેલી સરકારી પડતર જગ્યાએ મામલતદારોની હાજરીમાં પોલીસ દ્વારા બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવેલ હતો.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner