હળવદની શાળા નંબર-4માં રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ ગઈ

0
176
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનો તહેવાર રક્ષાબંધન આવી રહીં છે ત્યારે બાળકોમાં સર્જનાત્મક શક્તિ અને વેસ્ટ માંથી બેસ્ટ રાખડી બનાવની શક્તિ વિકસે અને આપણાં પારંપરિક તહેવારોનું મહત્વ સમજે તેવા ઉમદા હેતુથી હળવદની સામાજિક અને સેવાકીય ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી એવી સંસ્થા એટલે રોટરી ક્લબ ઓફ હળવદની એક મહિલાઓ શાખા ઇનર વીલ ક્લબના ઉપક્રમે શાળામાં રાખડી બનાવની સ્પર્ધાનું આયોજન થયું હતું. વેસ્ટ માંથી બેસ્ટ રાખડી સ્પર્ધામાં ધોરણ 3 થી 5ના 100 બાળકો અને ધોરણ 6 થી 8ના 150 મળીને કુલ 250 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં રાખડી બનાવવાનો એક કલાકનો સમય અપાયો હતો. સ્પર્ધાના અંતે તમામ ધોરણમાં એકથી ત્રણ નંબર મેળવેલ બાળકોને ઇનર વિલ ક્લબના સભ્યોના હાથે ઇનામો આપવામાં આવ્યા હતા. જ્યારે ભાગ લેનાર તમામ બાળકોને સામાજિક કાર્યકર નરભેરામભાઈ અઘરા તરફથી પ્રોત્સાહીત ઇનામ આપવામાં આવ્યા હતા.જેમાં ઉપસ્થિત ઇનરવિલ ક્લબના પ્રમુખ મીનાબેન તથા અન્ય મહિલા સભ્યો હાજર રહ્યા હતા. સૌનો શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ જાકાસણીયા દ્વારા આભાર માની સ્પર્ધા પૂર્ણ કરાઈ હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/