હળવદ : બ્રાહ્મણી-૨ ડેમમાંથી પાણી લેવાની મનાઈ, સિંચાઈ વિભાગની કાર્યવાહીથી રોષ ભભૂક્યો

0
125
/

સિંચાઈ ટીમે પાણીના જોડાણો કટ કરી હટાવી દીધા

ખેડૂતોએ આખરી પિયત માટે અધિકારીઓને કરી આજીજી
હળવદ પંથકમાં ઉનાળુ પાકના વાવેતર બાદ હવે આખરી પિયત સમયે સિંચાઈ વિભાગ દ્વારા તઘલખી નિર્ણય કરીને પિયતનું પાણી આપવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે તેમજ આજે સિંચાઈ વિભાગની ટીમે ડેમમાંથી પાણી લેવા માટેના જોડાણો હટાવવાની કાર્યવાહી કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે
હળવદના ખેડૂતોને સિંચાઈ માટેના સહારા સમાન બ્રાહ્મણી ૨ ડેમમાં રહેલો પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવાની સ્થિતિને પગલે સિંચાઈ વિભાગે ખેડૂતોને પિયત માટે પાણી લેવા મનાઈ હુકમ ફરમાવી દીધો છે અને ગઈકાલે મનાઈ હુકમ ફરમાવ્યા બાદ ખેડૂતો પાણી ના લઈ સકે તે માટે આજે સિંચાઈ વિભાગના અધિકારીઓએ પોલીસના બંદોબસ્ત વચ્ચે આજે ડેમની મુલાકાત લીધી હતી
જે મુલાકાત દરમિયાન ડેમમાંથી પાણી લેવા માટેના જોડાણો હટાવી દેવામાં આવ્યા હતા અને ખેડૂતોને પિયતનું પાણી નહિ જ મળે તેવો સ્પષ્ટ સંકેત આપી દીધો છે ત્યારે આજે ડેમ સાઈટ પર ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવી હતી અને પાકને આખરી પિયત નહિ મળે તો ખેડૂતો દેવાદાર બની જશે જેથી આખરી ૧૦ દિવસ પાણી આપવાની આજીજી કરી હતી તેમજ જો પિયતનું પાણી ના મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/