હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર

0
42
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

વેપારી પેનલના ચારેય ઉમેદવારો ભાજપ તરફી બિન હરીફ થયા : કાલે ચિત્ર સ્પષ્ટ થશે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીના ફોર્મ ભરાઈ ગયા બાદ આજે ગુરુવારે મોડી સાંજે જિલ્લા ભાજપ દ્વારા ભાજપ સમર્થક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.જોકે વેપારી પેનલના ચારેય ઉમેદવારો તેમજ ખરીદ વેચાણ સંઘના એક ઉમેદવાર ભાજપ તરફી બિનહરીફ થયા છે.

હળવદ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર ગત તારીખ 17ના રોજ ભાજપ તરફથી 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.જોકે આજે ગુરુવારે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ ભાજપ સમર્થક 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.જેમાં રણછોડભાઈ લાલજીભાઈ પટેલ- રાણેકપર,નરભેરામભાઈ ભુરાભાઈ ગામી-શિવપુર,ઘનશ્યામભાઈ મોહનભાઈ ગોહિલ-માનસર, જયેશભાઈ કાનજીભાઈ પારેજિયા- હળવદ,મનોજભાઈ છગનભાઈ એરવાડીયા હાલ મોરબી મુળ ટીકર, ભીખાભાઈ જીવરાજભાઈ પટેલ- જુનાદેવળીયા, રજનીભાઈ શંકરભાઈ સંઘાણી-નવા ઘનશ્યામગઢ, યશવંતસિંહ (સુખભા)ગુલાબસિંહ ઝાલા-માથક, રમેશભાઈ (ભગત) શંકરભાઈ કણઝરીયા-હળવદ, અંબારામભાઈ ગોવિંદભાઈ સોનગરા- હળવદને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.જૂની બોડીના છ ડિરેક્ટરો કપાયા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/