મોરબી: ઝૂલતા પુલ કેસમાં ‘અજંતા-ઓરેવા’ કંપનીને આરોપી બનાવી ૩૦૨ની કલમ ઉમેરવા કરાઇ અરજી

0
177
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ હાલમાં મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો છે અને સૂઓમોટોની સુનાવણી હાઇકોર્ટમા ચાલી રહી છે ત્યારે મોરબીની સેશન્સ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા આ ચકચારી કેસમાં પાલિકા સાથે કોન્ટ્રાક્ટ કરનાર કંપનીને આરોપી બનાવવામાં આવે અને આઇપીસી કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને અને લોકો ઘાયલ થયા હતા જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીને અત્યાર સુધીમાં સમયાંતરે પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં પાંચ આરોપીના જામીન હાઇકોર્ટમાંથી સમયાંતરે મંજૂર થઈ ગયેલ છે જો કે, હાલમાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ હાલમાં મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો છે અને સૂઓમોટોની સુનાવણી હાઇકોર્ટમા ચાલી રહી છે ત્યારે મોરબીના વકીલ દિલીપભાઇ આગેચાણિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીની સેશન્સ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા ઝૂલતા પુલના કેસમાં પાલિકા સાથે કોન્ટ્રાક્ટ કરનાર કંપનીને આરોપી બનાવવામાં આવે અને આઇપીસી કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છેકે, આ કેસમાં પકડાયેલા જયસુખભાઇ પટેલની હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે જો કે, તેની સુનાવણીની તારીખેને લગતી કોઈ માહિતી સામે આવી નથી ત્યારે મોરબીની સેશન્સ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા કરવામાં આવેલ અરજીને ધ્યાને લઈને આગામી તા. ૨૭ ના રોજ તેની સુનાવણી રાખવામા આવી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/