હળવદ પાસેની બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી સ્વીફ્ટ ગાડી ખાબકી

0
203
/

કારમાં બેઠેલા ત્રણમાંથી એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી

હળવદ : હળવદના દિઘડિયા ગામ નજીક પસાર થતી બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી ગઈકાલે એક સ્વીફ્ટ ગાડી ઓચિંતા નીચે ખાબકી હતી. જોકે આ ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ નથી.પરંતુ કારમાં સવાર ત્રણમાંથી એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી.આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના દિઘડિયા ગામ પાસે આવેલ બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી એક સ્વીફ્ટ ગાડી પસાર થઈ રહી હતી. તે સમયે સ્વીફ્ટ ગાડીના ચાલકે ઓચિંતા સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવતા કાર પુલિયા નીચે ખાબકી હતી. આ બનાવને પગલે આસપાસના ગામલકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ બનાવ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ સ્થળે બેઠું પુલીયું છે અને આ પુલિયા પરથી 10 ફૂટ નીચે સ્વીફ્ટ ગાડી ખાબકી હતી. આ ગાડીમાં ત્રણ લોકો બેઠા હતા. જેમાંથી એક વ્યક્તિને સામાન્ય ઇજા થતાં તેને હળવદ બાદ મોરબી સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવમાં સદભાગ્યે જાનહાની સહેજમાં ટળી હતી.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/